મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ લીધી નર્મદા બાલઘરની મુલાકાત


SHARE







મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ લીધી નર્મદા બાલઘરની મુલાકાત

બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાના ઉદેશ સાથે મોરબીમાં નર્મદા બાલઘર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલીયા દ્વારા નર્મદા બાલઘરની મુલાકાત લેવામાં આવી હતી

મોરબીને ભારતનું સિલીકોન વેલી બનાવવાનું સ્વપ્ન ભરતભાઈ મહેતા છે. તેમના દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં કરીક્યુલમ, કો- કરીક્યુલમનો સમાવેશ કરેલ છે. કરીક્યુલમમાં ધો. ૬ થી ૧૦ ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM ઉપર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, ૩ડી પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની ૭૫ શાળાઓને ૩ડી પ્રિન્ટર આપવામાં આવ્યા છે તેમજ વર્ચ્યુઅલ રીયાલીટી ગ્લાસ આપવામાં આવ્યા છે જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ  ઉપયોગી સાબિત થશે






Latest News