મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુમાવાડી પાસે રીવોલ્વર (સ્ટાર્ટર)માંથી હવામાં ફાયરિંગ કરનારા બે શખ્સની ધરપકડ


SHARE









માળીયા (મી)ના જુમાવાડી પાસે રીવોલ્વર (સ્ટાર્ટર)માંથી હવામાં ફાયરિંગ કરનારા બે શખ્સની ધરપકડ

માળીયા મીયાણામાં નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તાર નજીક બે દિવસ પહેલા અજાણી કારમાં આવેલા શખ્સ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાએ પહોંચી હતી અને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને પોલીસે રીવોલ્વર (સ્ટાર્ટર), ત્રણ જીવતા કાર્ટીઝ અને કાર સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી.) પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ રતિલાલભાઇ મેરામભાઇ ગરચરે હાલમાં રફીકભાઇ કાદરભાઇ જેડા જાતે મીયાણા (૨૫) રહે. માળીયા (મી.) વાડા વિસ્તાર તથા યુસુફભાઇ અલ્લારખાભાઇ સંધવાણી જાતે મીયાણા (૨૦) રહે. જુની ખીરઇ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા તાલુકામાં આવેલ નવલખી પાસે જુમાવડી વિસ્તાર નજીક આરોપીઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સોશિઅલ મીડિયામાં વિડીયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે આગળની કાર્યવહી કરી હતી જો કે, જુમાવાડી વિસ્તારમાંથી કોઈએ ફરિયાદ નહીં નોંધાવતાં હાલમાં સરકાર તરફે પોલીસ ફરિયાદી બનેલ છે અને લોકોએ કરેલ વર્ણન મુજબની કાર માળીયાના સરવડ ગામના પાટીયા પાસેથી પસાર થતી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તે શખ્સો પાસેથી

અત્રે ઉલેખનીય છે કે, આરોપીઓએ અધીક પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલ્વેઝ) ગાંધીનગરની કચેરીના ક્રમાંક  સી.આઇ.ડી./પી.આર.સી./૨૮૮/૨૦૨૦ તા.૧૨/૦૫/૨૦૨૦ વાળા પરીપત્રમા નવીન શસ્ત્ર અધીનિયમોના નિયમ-૨૦૧૬ નિયમ- ૩ ના અનુસંધાને SCHEDULE I, PART-A,CATEGORY 3(f),(g),(i),(j) અન્વયે જે શસ્ત્ર પ્રતિબંધીત કરેલ છે જે ગેરકાયદે પોતાના કબ્જામા વગર પાસ પરમીટે કે પરવાના સિવાય રીવોલ્વર (સ્ટાર્ટર) જેવુ એક હથીયાર અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે તેમજ લાલ કલરની જીપ નં. જીજે ૧૮ એ ૭૫૮૧ પણ કબ્જે કરેલ છે અને આ શખ્સોએ સરા જાહેર રોડ ઉપર રીવોલ્વર (સ્ટાર્ટર) માંથી જુમવાડી પાસે ફાયરીંગ કર્યા હોવાની પણ કબૂલાત આપેલ છે જેથી કરીને  લોકોની શારીરીક સલામતી જોખમમા મુકાય તેવી રીતે બેદરકારી ભર્યુ કુત્ય કરી લોકોમા ભય ફેલાવનારા શખ્સોની સામે હથીયાર ધારા અધિનિયમ કલમ-૨૫(૧-B)(b) તથા ઇ.પી.કો. કલમ-૩૩૬, ૧૧૪મુજબ ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News