મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાલે ઝુલતાપુલના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ


SHARE











મોરબીના જલારામ મંદિરે કાલે ઝુલતાપુલના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીવંગતોના સ્મરણાર્થે કાલે સમાચારની સંસ્થાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના ૧૫ કેમ્પમા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૯૯૨ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટશ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાશે. ત્યારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર સમાચારની સંસ્થાના સગયોગથી તા.૪-૧૨ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયાહેમુભાઈ પરમારઆદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે તેવી જ રીતે કરવામાં આવશે આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. અને વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયાનો સંપર્ક કરવા જણાવ્યુ છે. 






Latest News