મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર હોવાની ઓળખ આપી ૭૫ લાખની છેતરપિંડી કરનાર બેલડી ઝડપાઇ


SHARE











મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર હોવાની ઓળખ આપી ૭૫ લાખની છેતરપિંડી કરનાર બેલડી ઝડપાઇ

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર તેમજ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાની ઓળખ આપીને બે શખ્સ મળ્યા હતા અને તે બંને મિકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના બે ડાયરેક્ટર છે અને આ બંને શખ્સ દ્વારા  ભરડિયાના માલિક સાથે ૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ ભરડીયા માલિક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમા પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે.

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ અનુપમ કો-ઓપરેટીવ સોસાયટીના ઓમ એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ જમનાદાસભાઈ ઠક્કર જાતે લુવાણા (ઉમર ૫૪) એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પંકજકુમાર ફકીરચંદ સોલંકી રહે. ૧૭-એ શિવાલિકા સોસાયટી કબીર એન્કલેવ પાસે ઘૂમા બોપલ રોડ અમદાવાદ તેમજ પ્રેમસાગર ફકીરચંદ સોલંકી રહે. ૧૪ અરુણોદયનગર સોસાયટી શિવાજીપાર્કની બાજુમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે સેજપુર બોધા અમદાવાદ વાળાઓની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, તેઓનો ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડક્ટ નામનો ભરડીયો આવેલ છે ત્યાં આરોપી પંકજકુમાર ફકીરચંદ સોલંકી તેની પાસે આવેલ હતા અને તેણે રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપ્યો હતો અને વીવીઆઈપીના અંગત મિત્ર હોવાનું અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું જણાવીને ફરિયાદીની સાથે ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જેઠવા સ્ટોન પ્રોડક્ટ નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને ૭૫ લાખ રૂપિયા આપેલ હતા જે પરત નહીં આપી અનિલભાઇ દ્રારા નોંધાવવામાં આવેલ ફરીયાદ આધારે  આઈપીસી કલમ ૧૨૦(બી) ૪૦૬, ૪૧૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયો હોય તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જેઠવા દ્વારા પંકજકુમાર ફકીરચંદ સોલંકી (૫૪) અને પ્રેમસાગર ફકીરચંદ સોલંકી (૫૦) બંને રહે. અમદાવાદ આગોતરા જામીન સાથે રજૂ થયા હોય તેઓની ધરપકડ કરી જામીન મુકત કર્યા હતા.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામ પાસે નેશનલ હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીમાં રહેતા ઈશ્વરભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજા પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News