મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત ગમત, વેશભુષા હરીફાઈ અને ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત ગમત, વેશભુષા હરીફાઈ અને ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તાઃ ૨૫/૧૨ ના રોજ લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામા રહેલી આંતરીક શક્તિને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે રમત ગમત હરીફાઈ તથા વેશભુષા હરીફાઇ તથા ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવેલ છે.

ત્યારે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામની યાદી મુજબ રમત ગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં રમત-ગમત હરીફાઈ અર્તગત ધોરણ એલકેજી થી ૧ ના વિધાર્થીઓ માટે રમત પીકઅપ બોલધો.૨ થી ૪ ના વિધાર્થીઓ માટે રમત મ્યુઝીકલ ચેર, ધો. ૫ થી ૮ ના વિધાર્થીઓ માટે રમત એક મીનીટ હરીફાઇ રહેશે અને વેશભુષા તથા ડાન્સ હરીફાઈ ધો એલકેજી થી ૪ ના વિધાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્સ હરીફાઇ અને ધોરણ ૫ થી કોલેજ ના વિધાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટીશનમા ભાગ લઈ શકશે. આ વેશભુષા તથા ડાન્સ હરીફાઇ માટે વહેલા તે પહેલા ના ધોરણે વધુમા વધુ ૭૫ એન્ટ્રી સ્વીકારવામા આવશે. અને આ હરીફાઇનો રઘુવંશી બાળકો વધુમા વધુ લાભ લે અને હરીફાઇના ફોમ ભરવાની છેલ્લી તારીખ ૨૨/૧૨ ને ગુરૂવાર છે તેવી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે. રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, જયેશભાઈ કોટેચા, હાર્દિકભાઈ કાથરાણી, પરીમલભાઈ ઠક્કર, વિરેનભાઈ પુજારા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News