મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીકથી કોઈ અજાણ્યા ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીક કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી જેથી કરીને તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂની ભઠ્ઠી

મોરબીમાં ત્રાજપર ચોરા પાછળની ભાગમાં રહેતા વર્ષાબેન રમેશભાઈ કોળીના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદ્દામાલને કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News