મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદનાં ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીમાંથી ૨૧૧૪૮૨.૧૧ મેટ્રીક ટન સાદી રેતીની ચોરી


SHARE











હળવદનાં ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીમાંથી ૨૧૧૪૮૨.૧૧ મેટ્રીક ટન સાદી રેતીની ચોરી

હળવદ તાલુકાના જુદાજુદા વિસ્તારમાં હાલમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે હળવદના ચાડધ્રા ગામના સ્થાનિક નાગરિકની ફરિયાદ આધારે ખાણખનિજ વિભાગની ટીમે ત્યાં બ્રાહ્મણી નદીના પટ્ટમાં રેડ કરી હતી ત્યારે લીઝ મેળવ્યા વગર રેતીની ચોરી કરવામાં આવી રહી હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રેતીની ચોરી કરનારા એક લોડર મશીન અને એક એક્ઝિવેટર મશીનના માલિકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા સેવા સદન ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર જી.કે.ચંદારણાએ હાલમાં લોડર મશીનના નં. જીજે ૩૬ એસ ૨૯૪૧ ના માલિક અને ટાટા કંપનીનુ એક્ઝવેટર મશીનના નં. જીજે-૧૦-એએમ-૮૩૧૦ ના માલિકો તથા અન્ય તપાસના જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત ૧૪/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ સુધીમાં હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનીજ ખનન તથા વહન કરવામાં આવેલ છે નદીનાં પટમાંથી કુલ ૨૧૧૪૮૨.૧૧ મેટ્રીક ટન સાદી રેતીનુ બીનઅધિક્રુત રીતે ખોદકામ કરવામાં આવ્યું છે અને તેની ચોરી કરીને લઈ જવામાં આવેલ છે જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શ નઓફ ઇલ્લી ગલ માઇનીંગ, ટ્રાન્સ પોર્ટેશન એન્ડન સ્ટોંરેજ) રૂલ્સથ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-2017 ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News