મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર સિરામીકના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે યુવાન પડ્યો હતો અને તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમ્યાન તે યુવાનની લાશ જોધપર પાસેથી મળી આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ ઢુવા ચોકડીએ શિવાજી પેટ્રોલ પંપ પાસે રહેતા દિનેશચંદ્ર શ્રીરામભાઈ ગુર્જર (૪૦) એ મોરબી તાલુકા પોલીસને અગાઉ જાણ કરી હતી કે તેનો દીકરો અભિષેક દિનેશચંદ્ર ગુર્જર (૧૯) હાલ રહે. હિલસેરા સીરામીક લેબર કવાટર તાલુકો જીલ્લો મોરબી વાળો તા.૨૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં હિલસેરા સિરામીકના પાછળના ભાગેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેને શોધવા માટે પોલીસે ફાયરની ટીમને સાથે રાખીને કવાયત શરૂ કરી હતી અને હાલમાં તેની જોધપર ગામે પાસે આવેલ ફ્લોરા હાઉસ પાસે કેનાલમાંથી ડોડબોડી મળી આવેલ છે જો કે, તેની બોડી કોહવાય ગયેલ હાલતમાં મળી આવી છે જેથી કરીને પોલીસે તેને પીએમ માટે રાજકોટ ખસેડી છે અને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતો સોહમભાઈ ચીમનલાલભાઈ વિરમગામા (૨૭) નામનો યુવાન સરતાનપર રોડ પાસે ગૌશાળા નજીકથી પોતાનું બાઈક લઈને હાઇવે ઉપર ચડવા જતો હતો ત્યારે ટ્રક સાથે તેનું બાઈક અથડાતાં અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં સોહમભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા ગૌતમભાઈ ઉકાભાઇ ઉભડિયા (૨૮) નામના યુવાનને દશામાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો અને યુવાનને કોણે માર મારેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News