સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ


SHARE





મોરબી જીલ્લામાં ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જોરસોરમાં તૈયારી ચાલી રહી છે. મોરબી જિલ્લામાં પણ આગામી ૧લી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે જે અન્વયે લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત દરેક કારખાનાકંપનીઓઉદ્યોગો અને અન્ય સંસ્થાઓને તેમના હસ્તક કામ કરતા કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આ બાબતે મોરબીના ખાનગી સિરામીકના કારખાનાના અધિકારી જણાવે છે કેગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે દરેક નાગરિકને અધિકાર છે કેતે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. વધુમાં તેમણે જણાવ્યું હતું કેઅમારા કારખાના અને સમગ્ર ઉદ્યોગમાં મોરબી તેમજ અન્ય જિલ્લાના લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે અમે સૌને મતદાન માટે એક દિવસની સવેતન રજા આપીશું જેથી તેઓ તેમના મત અધિકારનો યથોચીત ઉપયોગ કરી શકે.

સૌને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કેગુજરાતની આ ચૂંટણીના મહાપર્વમાં લોકો જંગી બહુમતિમાં મતદાન કરે તો જ ખરા અર્થમાં આ મતાધિકારનો સાર્થક ઉપયોગ થઈ શકશે. તો ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ. વધુમાં મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી અને જિલ્લા શ્રમ આયુક્તની કચેરીની સમગ્ર ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કર્મચારીઓ અને મજૂર મતદાનની આ પ્રક્રિયામાં ભાગીદાન બને તે માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે કારખાનાના કર્મચારીઓ અને મજૂર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા તેમને હું મતદાન જરૂર કરીશ’ તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી




Latest News