સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાએ MCMC સેન્ટરની મુલાકાત લીધી


SHARE





મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાએ MCMC સેન્ટરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યાએ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા માહિતી કચેરી દ્વારા કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષ જી.ટી.પંડ્યાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો મેળવી હતી.

આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા ચેનલ્સનું કરવામાં આવતું એનાલિસીસ, ન્યુઝ પેપરમાં પેઈડ ન્યુઝ તેમજ જાહેરાતનું એનાલિસીસ સહિત થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ આચારસંહિતા ભંગ બાબતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટર સાથે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, નાયબ મામલતદાર પાલિયા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ઓપરેટર ભરત ફુલતરિયા સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા.




Latest News