તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર: કોંગ્રેસમાંથી હેમંગભાઈ રાવલ, પાલિકાના બે સભ્યો સહિત ૨૦૦ કાર્યકરોએ કેસરિયા કર્યા


SHARE











ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર: કોંગ્રેસમાંથી હેમંગભાઈ રાવલ, પાલિકાના બે સભ્યો સહિત ૨૦૦ કાર્યકરોએ કેસરિયા કર્યા

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક ઉપર હાલમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો જનસંપર્ક ચાલી રહયો છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે દરમ્યાન કોંગ્રેસને મોટો જટકો ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે અને આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન, પાલિકના બે સભ્યો સહિતના હાલમાં ભાજપમાં જોડાયેલ છે અને હજુ આગમી દિવસોમાં હળવદમાં કોંગ્રેસને મોટો ફટકો લાગશે તેવા સંકેત હાલમાં મળી રહ્યા છે જેથી કરીને પ્રકાશભાઈ વરમોરાનું રોડ રોલર ધાંગધ્રા-હળવદ બેઠકમાં કોંગ્રેસ ઉપર ફરી વળશે તે નિશ્ચિત છે

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી રહ્યા છે ત્યારે ગામે ગામ મતદારો તરફથી તેમને આવકાર મળી રહ્યો છે અને વડીલો, સંતો મહંતો તરફથી પ્રકાશભાઈ વરમોરાને વિજય તિલક કરવામાં આવી રહ્યા છે

તેવામાં આજે હળવદ ખાતે ભાજપના સિનિયર આગેવાનોની હાજરીમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન હેમંગભાઈ રાવલ, તેમજ હળવદ પાલિકાના ચૂંટાયેલા બે સદસ્ય વાસુભાઈ પટેલ અને દેવુભાઈ ભરવાડ, માલધારી સેલના પૂર્વ પ્રમુખ વેલાભાઇ ભરવાડ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને પૂર્વ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાના હસ્તે ભાજપનો કેસ ધારણ કરીને કેસરિયા કરેલ છે.

ત્યારે હેમંગભાઈ રાવલે જણાવ્યુ હતું કે, ભાજપના વિકાસના કામો તેમજ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ જોઈને તેઓએ કોઈપણ પ્રકારના લોભ, લાલચ, આશા કે અપેક્ષા વગર ભાજપના જોડાઈને કેસરિયા કરેલ છે અને આગમી દિવસો હજુ પણ હળવદ તાલુકામાં કોંગ્રેસને વધુ મોટો ફટકો લાગશે તેવા સંકેત આપી દીધેલ છે આ તકે આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, બીપીનભાઈ દવે, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News