મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર અને વેપારી મિત્ર મંડળ દ્રારા રાહતદરે અડદીયા વિતરણ કરાશે.


SHARE











મોરબી જલારામ મંદિર અને વેપારી મિત્ર મંડળ દ્રારા રાહતદરે અડદીયા વિતરણ કરાશે.

મોરબીના શ્રી જલારામ મંદિર તેમજ વેપારી મિત્ર મંડળ દ્વારા શિયાળાને અનુલક્ષીને રાહત દરે સર્વ લોકો માટે અડદિયા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે અને ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે દરવર્સની જેમ ચાલુ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘીમાંથી બનાવાયેલ સૂકામેવાથી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ શરૂ કરવામા આવેલ છે. અડદીયા મેળવવા માટે એડવાન્સમાં નામ નોંધાવવાની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૫૦ ના ભાવે વિતરણ કરવામા આવશે.શુધ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો.

તેમજ મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ રાહત દરે અડદિયા વિતરણ અને અન્ય મીઠાઈઓનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે જેમાં યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શુદ્ધ ઘીના અડદિયા તેમજ શુદ્ધ ઘીનો બદામ પાક ગુંદર પાક વીગેરે બોક્સ પેકિંગમાં આપવામાં આવશે રાહત દરે મીઠાઈ વિતરણનો લાભ લેવા માટે સૌને અપીલ કરવામાં આવેલી છે જે માટે તારીખ ૧૧ થી ૧૭ સુધી સવારના ૧૦ થી રાતના ૮ સુધી નામ નોંધાવવાના રહેશે અને નામ નોંધાવવા માટે ઠા. દલીચંદ જેરામ બજાર, જયવીન પ્રોવિઝન સ્ટોર (ભગત) ગાંધી બજાર ગ્રીનચોક, ચંદન કિરાણા સ્ટોર સામાકાંઠે કુળદેવી પાન સામે અને મહેક એજન્સી નવાડેલા રોડ માળિયા સંઘવાળી શેરી ખાતે નામ નોંધાવવાના રહેશે આગામી તારીખ ૨૦ ને  રવિવારે બપોરના એક થી ત્રણ દરમ્યાન લોહાણા મહાજન વાડી સુધારા વાળી શેરી ખાતે અડદિયા વિતરણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News