વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દિયર ભાભીએ મળી પતિને ગળેફાંસો આપી ખુન કરી માટીમાં દાટી દીધાના ગુનામા નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં દિયર ભાભીએ મળી પતિને ગળેફાંસો આપી ખુન કરી માટીમાં દાટી દીધાના ગુનામા નિર્દોષ છુટકારો

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે એરંડાની વાડીમાં મજૂરી કામ કરતા પરિવારના દિયર ભોજાઈએ મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું જે અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટમાંથી આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જીલ્લાના માથક ગામની સીમમા એરંડાની વાડીમા મજુરી કામ કરતા મૂળ વડોદરાના વાઘોડીયાના આદિવાસી દક્ષાબેન નામની મહીલા તેના પતિ ગુજારીયા ઉર્ફે ભુરા ચીપાભાઈ તથા તેના દિયર રોહન હનીયા નાયક એમ ત્રણેય સાથે મજુરી કામ કરતા હતા.તેમા ગુજારીયાભાઇ આદીવાસી દારૂ પીવાની ટેવવાળો હતો.જોકે દિયર-ભાભીને પ્રેમ સંબંધ બંધાઈ જતાં મરણ જનાર પોતાની પત્ની દક્ષાબેન સાથે અવાર-નવાર ઝઘડો કરતો હોઈ બંને આરોપી એટલે કે દક્ષાબેન અને રોહને મળીને મરણ જનાર ગુજારીયાભાઇને ગળેચીપો આપી મારી નાંખી પુરાવાઓનો નાશ કરવાના ઇરાદે લાશને એરંડાના ખેતરમા દાટી દીધાનો ગુનો હળવદ તાલુકા પોલીસે સ્ટેશને ઈ.પી.કો. કલમ ૩૦૨ વિગેરે મુજબ દાખલ કરાયો હતો. તપાસના અંતે બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયેલ અને આ કામમાં બંને આરોપીઓ સામે કોર્ટમાં ફો.કે. નં ૨૪/૨૦૨૦ થી આ કેશ ચાલી જતા મોરબી ડીસ્ટ્રીકટ જજ પી.સી.જોષીએ આરોપી પક્ષની ધારદાર દલીલો અને આરોપી પક્ષે રજૂ કરવામાં આવેલ વિવિધ કાયદાના મુદ્દાઓને કોર્ટે લક્ષમાં લઈને બંને આરોપીઓ (દિયર-ભોજાઇ) ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.આ કામે આરોપીઓ રોહન હુનીયા તથા દક્ષાબેન આદીવાસી તરફેથી અહીંના જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ.રોકાયેલ હતા.

દવા પી જતા પરણીતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ વેજલપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા જુલીબેન રાયસીંગભાઇ વસુનિયા જાતે આદિવાસી નામની ૧૯ વર્ષીય પરણીતા કોઈ અગમ્ય કારણોસર માવજીભાઈની વાડીએ ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપી તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ જુલીબેન હાલ બેભાન હોય અને તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે માળિયા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા બંટી હેન્ટ્રીભાઈ ડામોર નામના ૨૯ વર્ષીય યુવાનને નગરપાલિકા સામે આવેલ ગાંધીચોક પાસે અજાણ્યા ઇશમની સાથે બોલાચાલી ઝગડો થયા બાદ સામાવાળા દ્રારા માર મારવામાં આવતા ઈજાઓ થતા તેને અહીંની સિવિલે લઇ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે બંટીભાઇ ડામોર નામના યુવાને હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.






Latest News