મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ પૈકીની ટંકારા અને વાંકાનેર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર: મોરબી માટે હજુ પણ અવઢવ


SHARE







મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ક્યારે જાહેર કરવામાં આવે તેની આતુરતાથી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકરો સહિતના રાહ જોઈ રહ્યા હતા જોકે મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 46 આગેવાનોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ 46 પૈકી મોરબી જિલ્લામાં આવતી ત્રણ બેઠકના નામ પણ જાહેર કરવાના હતા પરંતુ હાલમાં બે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેવું જાણવા મળી રહ્યું છે અને હાલમાં મળતી માહિતી મુજબ ટંકારા પડધરી બેઠક ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઇ કગથરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે જોકે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટેના કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેરાત હાલમાં કરવામાં આવેલ નથી અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કોંગ્રેસની મોરબી માળિયા વિધાનસભા બેઠક માટેની ટિકિટને લઈને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા વચ્ચે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે જેથી કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા કોના ઉપર પસંદગીનો ઢોળવો તેને લઈને હજુ પણ મંથન ચાલી રહ્યું છે






Latest News