મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત તાત્કાલિક પુર્ણ કરાઈ


SHARE







મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત તાત્કાલિક પુર્ણ કરાઈ

મુળ જામનગર ના‌ વતની એવા આરીફભાઈ રફાઈના પત્ની ફિઝાબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'એ નેગેટિવ' બ્લડ ની‌ જરૂરિયાત ઉભી થતા‌ 'યુવા‌ આર્મી ગ્રુપ' નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય રાજેશભાઈ શેરસિયા દ્વારા રાત્રીના તાત્કાલિક  સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી 'એ નેગેટિવ' બ્લડની જરુરીયાત પુર્ણ કરી હતી તેમજ રવાપર ગામના વતની એવા જગદીશભાઈ ચાવડા ના પત્ની હિરલબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'એ બી નેગેટિવ' બ્લડની‌ જરૂરિયાત ઉભી થતા‌ 'યુવા‌ આર્મી ગ્રુપ' નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય શ્રી હરેશભાઈ ભુત દ્વારા રાત્રીના તાત્કાલિક  સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી 'એબી નેગેટિવ' બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી.આવા ઈમરજન્સી જરૂરીયાતના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા રાજેશભાઈ, હરેશભાઈ તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ ', બી, , એબી' ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ 'એબી‌ તથા એ' નેગેટિવ હજારો મા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટ મા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરી શકો છો.






Latest News