મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે છત ઉપર નવજાત શિશુને ત્યજીને માતા ફરાર


SHARE







વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેણાંક મકાનની આગળના ભાગમાં આવેલ બે રૂમની છત ઉપર કોઈ અજાણી મહિલા નવજાત શિશુને ત્યજીને ત્યાંથી નાસી ગઈ હતી જેથી કરીને આ અંગેની સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા હાલમાં આ બનાવ સંદર્ભે અજાણી મહિલા સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે પીપળીયા રાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયા જાતે મોમીન ઉંમર વર્ષ 50 એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પીપળીયા રાજ ગામે અજાણી મહિલા તાજુ જન્મેલ નવજાત શિશુ રહેણાંક મકાનની આગળના ભાગમાં આવેલ બે રૂમની છત ઉપર રેઢું મૂકીને ત્યજીને ત્યાંથી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં યુનુસભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ મહિલા સામે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે તજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

ચોટીલા વાંકાનેર હાઇવે ઉપર આવેલ જોધપર ગામ પાસેથી પસાર થઈ રહેલો કાર નંબર જીજે 36 એફ 1860 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ અને દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 1,50,375 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ઐયુબભાઈ સલીમભાઈ ખલીફા જાતે મુસ્લિમ ઉંમર 39 રહે રતનપર તાલુકો વઢવાણ વાળા ની ધરપકડ કરેલ છે




Latest News