ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો


SHARE







મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો

મોરબીમાં ઝુલતાપુલ તૂટવાની ઘટનાને પગલે હાલમાં સ્ત્રી-પુરુષો અને બાળકો મળીને અંદાજે ૧૫૦ જેટલા લોકોના મોત નીપજયા હોવાનો પ્રાથમિક અહેવાલ સાંપળી રહ્યો છે દરમિયાનમાં મોરબીમાં સતત મોરબીવાસીઓની પડખે હુફ બનીને સાથે ઉભા રહેતા સીરામીક એસોસીએશન અને સીરામીક પરિવાર દ્વારા અતિ સંવેદનશીલ જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બાળકો અનાથ બન્યા હોય તેવા બાળકો અને જે કોઈ મહિલાએ આ ગોજારી ઘટનામાં પોતાનો પતિ ગુમાવ્યો હોય તો આવા વિધવા બહેનોને તમામ પ્રકારની આર્થિક અને અન્ય જરૂરી સહાય કરવાની પહેલ મોરબીના સીરામીક ઉદ્યોગના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે. મોરબી ઝુલતા પુલની અત્યંત કરુણાજનક દુખદ દુધઁટનામા મૃતક પામેલ પરિવારમા કોઈ બાળકે તેમના માતા પિતાને ગુમાવેલ હોય તેવા અનાથ બાળકોને તેમજ કોઈ વિઘવા બનેલ બહેનોને મોરબી સીરામીક એસો. તેમજ તેના ઉઘોઁગકારો શિક્ષણ તેમજ જરુરી અન્ય સહાય કરશે તેવું જાહેર કરાયેલ છે. તેમજ મોરબીમાં બનેલી ગોજારી ઝુલતા પુલની દુર્ઘટનામાં હળવદ તાલુકાનાં ટીકર (રણ) ની સેવાભાવી ટિમના નીલેશભાઇ એરવાડીયા, ગણેશભાઈ સીતાપરા, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, નરેન્દ્રભાઇ દેથરીયા, ભુપતભાઇ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે ૨૪ કલાક ખડેપગે રહી કોઈપણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીઓ મારીને મૃત્યુ પામેલ મૃતદેહો કાઢવામાં એનડીઆરએફ ની ટિમ તેમજ મોરબી સીરામીક એશોસીયેસનના સભ્યો, આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા, મલયભાઇ ટીલવા, હિતેશભાઇ, બંસીભાઇ સાથે ખભેખભો મિલાવીને ફુડપેકેટ, લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.






Latest News