મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપી જેલ હવાલે


SHARE







હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપી જેલ હવાલે

હળવદમાં રીક્ષામાં પેસેન્જર તરીકે સ્ત્રીને બેસાડી હતી અને તેના ગળામાં પહેરેલ ૫૦૦૦૦ ની કિંમતના  પાટીપારો નજર ચૂકવીને ચોરી લીધા હતા જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે રાજકોટના કુબલીયાપરામી નામચીન ગેંગના ત્રણ સભ્યોને મુદામાલના પાટીપારા સાથે કુલ રૂ.૧,૧૫,૦૦૦ ના મુદામાલ  સાથે ઝડપી લીધેલ હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા તેને જેલ હવેલ કરવામાં આવેલ છે

હળવદમાં મહિલા ઓટો રીક્ષામાં પેસેન્જરની જેમ બેઠી હતી ત્યારે તેના ગળામાં પહેરેલ સોનાનો પાટીપારો રીક્ષામાં બેઠેલ સ્ત્રીઓએ ચોરી કરી લીધા હતા જેથી કરીને મહિલાએ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી જિલ્લા જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી હતી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહીતી એકત્રીત કરવામાં આવી હતી અને એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઇ હુબલ, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ ફુગસીયા એમ બધાને રાજકોટ કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપેલ છે. તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આ ગુનાને અંજામ આપનાર બે સ્ત્રી તથા રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરીને પૂછપરછ કરતાં ગુનાની કબૂલાત આપી હતી અને તેની પાસેથી રિક્ષા, મોબાઇલ અને ચોરી કરેલ દાગીના મળીને પોલીસે ૧,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીઓને હળવદ પોલીસને સોંપી અપેલ છે

જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૨) રહે. કુબલીયાપરા, શેરી નં.-૫, રાજકોટ, જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૦) હે. માનસરોવર શિતળા માતાજીના મંદિર પાસે ભાડાના મકાનમાં રાજકોટ અને અરવિંદ પોલાભાઇ કાંજીયા જાતે દેવીપૂજક (દાતણીયા) (૨૪) રહે. હાલ નવાગામ, મામાવાડી, ઠાકર મંદિરની બાજુમાં રાજકોટ મુળ ધાંધલપર તાલુકો ચોટીલા વાળાને પકડવામાં આવેલ હતા અને તેને કોર્ટમાં રજુ કરીને બંને મહિલા સહિત ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૮ માં પ્રભાબેન ઉર્ફે બાડી ચોરીના ગુના રાજકોટમાં પકડાયેલ છે તેમજ અરવિંદ પોલાભાઇ રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે અને આ બંને આરોપીઓ સબંધમાં સાસુ- જમાઇ થાય છે અને તે રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં નિકળી છે અને એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ સ્ત્રીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરઝડપથી ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીનાની ચોરી કરે છે 




Latest News