મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપી જેલ હવાલે


SHARE











હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપી જેલ હવાલે

હળવદમાં રીક્ષામાં પેસેન્જર તરીકે સ્ત્રીને બેસાડી હતી અને તેના ગળામાં પહેરેલ ૫૦૦૦૦ ની કિંમતના  પાટીપારો નજર ચૂકવીને ચોરી લીધા હતા જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે રાજકોટના કુબલીયાપરામી નામચીન ગેંગના ત્રણ સભ્યોને મુદામાલના પાટીપારા સાથે કુલ રૂ.૧,૧૫,૦૦૦ ના મુદામાલ  સાથે ઝડપી લીધેલ હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા તેને જેલ હવેલ કરવામાં આવેલ છે

હળવદમાં મહિલા ઓટો રીક્ષામાં પેસેન્જરની જેમ બેઠી હતી ત્યારે તેના ગળામાં પહેરેલ સોનાનો પાટીપારો રીક્ષામાં બેઠેલ સ્ત્રીઓએ ચોરી કરી લીધા હતા જેથી કરીને મહિલાએ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી જિલ્લા જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી હતી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહીતી એકત્રીત કરવામાં આવી હતી અને એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઇ હુબલ, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ ફુગસીયા એમ બધાને રાજકોટ કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપેલ છે. તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આ ગુનાને અંજામ આપનાર બે સ્ત્રી તથા રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરીને પૂછપરછ કરતાં ગુનાની કબૂલાત આપી હતી અને તેની પાસેથી રિક્ષા, મોબાઇલ અને ચોરી કરેલ દાગીના મળીને પોલીસે ,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીઓને હળવદ પોલીસને સોંપી અપેલ છે

જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૨) રહે. કુબલીયાપરા, શેરી નં.-૫, રાજકોટ, જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૦) હે. માનસરોવર શિતળા માતાજીના મંદિર પાસે ભાડાના મકાનમાં રાજકોટ અને અરવિંદ પોલાભાઇ કાંજીયા જાતે દેવીપૂજક (દાતણીયા) (૨૪) રહે. હાલ નવાગામ, મામાવાડી, ઠાકર મંદિરની બાજુમાં રાજકોટ મુળ ધાંધલપર તાલુકો ચોટીલા વાળાને પકડવામાં આવેલ હતા અને તેને કોર્ટમાં રજુ કરીને બંને મહિલા સહિત ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૮ માં પ્રભાબેન ઉર્ફે બાડી ચોરીના ગુના રાજકોટમાં પકડાયેલ છે તેમજ અરવિંદ પોલાભાઇ રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે અને આ બંને આરોપીઓ બંધમાં સાસુ- જમાઇ થાય છે અને તે રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં નિકળી છે અને એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ સ્ત્રીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરઝડપથી ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીનાની ચોરી કરે છે 






Latest News