મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરિંગના ગુનામાં કુલ બે આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરની પૂછપરછ: વળતી ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીમાં ફાયરિંગના ગુનામાં કુલ બે આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરની પૂછપરછ: વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના માધાપરા શેરી નં- ૧૯ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપનાર શખ્સોને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા અન્ય ત્રણ શખ્સોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને છ શખ્સો દ્વારા ગાળો આપીને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારે તે છ પૈકીના એક શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આ ગુનામાં બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના અંબિકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યારે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ત્યાં રહેતા પાલિકાના પુર્વ કર્મચારી સંગ્રામસિંહ જોરુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૬૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પ્રહલાદભાઈ કોળી રહે ત્રાજપર, તુલસી હસમુખભાઈ કોળી રહે. રાજનગર પંચાસર રોડ સહિત કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી તેમાં જણાવ્યુ હતું કે, તા.૨૬ ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં કિસન તેમજ ત્યાં રહેતા આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરીયાદીના પૌત્ર અને દીકરાની પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ગાળો આપવાની ના કહેતા ત્રણેય આરોપીઓએ તેના સંબંધોને તેમના ઘરે બોલાવ્યા હતા થોડીવારમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીના તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને વૃદ્ધને મુકો મારીને ઇજા કરી હતી ત્યારબાદ આરોપીઓ સ્થળ ઉપરથી પોતાના બાઈક લઈને નાસી ગયા હતા જોકે જતા સમયે આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે “આજે તો તું બચી ગયો છું હવે પછી ક્યાંક ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ” જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સો ની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને અગાઉ આ ગુનામાં આરોપી વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ કોળી રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ હતી જેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે રાજેશભાઈ  સાવજીભાઇ પીપળીયા જાતે કોળી (૨૦) રહે. હાલ માધાપર શેરી-૧૯ મોરબી મૂળ રહે. બગસરા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે પાલિકાના પૂર્વ કર્મચારી સંગ્રામસિંહ જાડેજા દ્વારા ૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે એક આરોપીની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકીશોરની પૂછપરછ કરવામાં આવી હતી હાલમાં આ ઘટનામાં સામાપક્ષેથી તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાજનગર પંચાસર રોડ વાળાએ દેવદિપસિંહ દરબાર, વીરેન્દ્રસિંહ દરબાર અને એક અજાણ્યા શખ્સ આમ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેના મામાના દિકરા રાહુલભાઈ અને રાજુભાઈની સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા જેથી કરીને તે ત્યાં આરોપીઓને સમજાવવા માટે આવ્યો હતો દરમ્યાન દેવદિપસિંહને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને વિરેન્દ્રસિંહએ  લાકડાના ધોકા વડે માર્યો હતો અને અન્ય અજાણ્યો શખ્સ હતો તેને પણ પાઇપ વડે માર મારતા ઈજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હોય ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News