સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પ્રિન્સિપાલ ન્યાયાલય બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયુ


SHARE





ટંકારા પ્રિન્સિપાલ ન્યાયાલય બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયુ

મોરબી એડીશનલ જજ વી.એ.બુદ્ધા તથા ટંકારા સિવિલ પ્રિન્સિપાલ જજ એન.સી.જાધવ તથા ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ પિયુષ ડી.ભટાસણા વકીલ તથા ઉપપ્રમુખ મુકેશ વી.બારૈયા તથા સેક્રેટરી રમેશ જી.ભાગીયા તથા તમામ વકીલ મંડળની હાજરીમાં ટંકારા કોર્ટના નવા બિલ્ડિંગનું તા.૨૨-૧૦ ના રોજ ખાતમુહર્ત તથા ભુમી પૂજન કરવામાં આવ્યુ હતુ.

ઓનલાઈન ભુમી પુજનમાં હાઈકોર્ટેના જજ જોડાયા હતા આ ઉપરાંત ટંકારા કાયદા તજજ્ઞ અતુલભાઈ ત્રિવેદી, અરવિંદ એમ.છત્રોલા, પરેશભાઇ ઉજરીયા, બી.વી.હાલા, રાહુલભાઈ ડાંગર, નિલેશભાઇ ભાગિયા અને યુવા વકીલ કાનજી દેવડા તથા ટંકારા કોર્ટ સ્ટાફ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાડાની જગ્યામાંથી પોતાની જગ્યા પર કોર્ટ બનાવવા સિનિયર વકિલ અમિતભાઇ જાની, સંજયભાઇ ભાગિયા, અલ્પેશ દલસાનિયા સહિતના મોરબીના વકિલોએ પણ માંગણી કરી હતી.જે સંતોષાતા સૌમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.એક વર્ષના સમય મર્યાદામાં નવ હજાર ચોરસ મીટર જમીન પર સાત કરોડ ચોત્રીસ લાખના ખર્ચે નવુ કોર્ટ બિલ્ડીંગ અતિ આધુનિક સગવડ અને સુવિધાઓ સાથે તૈયાર થશે.




Latest News