મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી ફિનાઇલ પી જતાં પરિણીતા બેભાન હાલતમાં સારવારમાં
મોરબીના બગથળા પાસે કારખાનામાં ગરમ રાખમાં દાઝી ગયેલા ૩ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના બગથળા પાસે કારખાનામાં ગરમ રાખમાં દાઝી ગયેલા ૩ વર્ષના બાળકનું મોત
મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ કારખાનામાં બોઇલરમાંથી નીકળેલ ગરમ રાખમાં માતા અને પુત્ર દાજી ગયા હતા જેથી તે માતા અને પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સિવઇ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ લેમંજા સેલ્યુલોઝ એલએલપી નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બબલુભાઈ કોઠારીના પત્ની અને તેનો ત્રણ વર્ષનો દીકરો લક્કી થોડા દિવસો પહેલા દાજી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન બબલુભાઈ કોઠારીના ત્રણ વર્ષના દીકરા લક્કીનું મોત નીપજયું છે જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે કારખાનામાં બોઇલર વિભાગમાંથી કાઢવામાં આવેલ ગરમ રાખમાં પડી જવાના કારણે માતા અને પુત્ર ગંભીર રીતે દાજી ગયા હતા અને બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે