ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં ઉદ્યોગકારો વરસી ગયા: 30 લાખનું દાન મળ્યું


SHARE







મોરબીમાં પાંજરાપોળના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં ઉદ્યોગકારો વરસી ગયા: 30 લાખનું દાન મળ્યું

મોરબીમાં સેવાકીય કામ કરીને અથવા તો જરૂરિયાત મંદ પરિવારોને ઉપયોગી બનવા માટે ઉધોગકારો સહિતના લોકો દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવતી હોય તેવું ઘણી વખત જોવા મળ્યું છે પરંતુ મોરબીના યુવા ઉદ્યોગપતિના જન્મદિવસ નિમિત્તે તેઓના મિત્ર મંડળ દ્વારા પાંજરાપોળના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક ડાયરામાં મોરબીના ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો વરસી પડતા પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગૌવંશો માટે એક જ લોક ડાયરામાં 30 લાખથી વધુનું દાન મળ્યું હોવાનું હાલમાં પાંજરાપોળના ટ્રસ્ટી પાસેથી જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં પાંજરાપોળની 1100 વીઘા જમીનને ડેવલોપ કરીને ત્યાં ગાય માતાના મંદિર સહિત હરવા ફરવા લાયક સ્થળ બનાવવા માટેની ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

મૂળ ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિ સવજીભાઈ બારૈયાના પચાસમાં જન્મદિવસ નિમિત્તે તેઓના મિત્ર મંડળ દ્વારા મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોક ડાયરામાં કલાકારો દ્વારા એક થી એક ચડિયાતી કૃતિઓ લોકોની સમક્ષ રજુ કરવામાં આવતા ઉદ્યોગકારો અને ખાસ કરીને સવજીભાઈ બારૈયા, માજી ધારાસભ્ય અને તેઓના મિત્ર મંડળ દ્વારા કલાકારો ઉપર ચાલઈ નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને મોરબીની પાંજરાપોળમાં રાખવામાં આવેલ 4200 થી વધુ ગૌવંશો માટે એક જ લોક ડાયરામાં 30 લાખથી વધુનું દાન મળ્યું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે

મોરબીમાં યોજાયેલ લોક ડાયરાના કાર્યક્રમમાં ભજનીક નિલેશભાઈ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા, સાહિત્ય કલાકાર પિયુષ મહારાજ તેમજ પ્લેબેક સિંગર દેવ ભટ્ટ સહિતનાઓ દ્વારા જમાવટ કરવામાં આવી હતી અને આ લોક ડાયરામાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિમ્બોલો ગ્રુપના જીતુભાઈ અઘારા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, ઉધોગપતિ અનિલભાઈ વરમોરા, ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા, યુટયુબ ફેમ ઓમ બારૈય, રાજુભાઈ પટેલ (કલબ 36), મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજા સહિતના મોરબીના નામી અનામી આગેવાનો તેમજ ભામાશાઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને સિમ્બોલો ગ્રુપના જીતુભાઈ અઘારા દ્વારા પાંજરાપોળ માટે 5,55,222 અને અજયભાઈ લોરીયા દ્વારા 5,55,555 રૂપિયા નું દાન પાંજરાપોળ માટે આપવામાં આવ્યું છે

આ તકે લોકોને સંબોધતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી પાંજરાપોળ પાસે કુલ મળીને 4200 વીઘા જેટલી જમીન છે જેમાંથી 3,000 વીઘા જમીનને ખેડવાણ બનાવીને તેમાંથી આજની તારીખે મોરબી પાંજરાપોળમાં રાખવામાં આવેલા 4200 થી વધુ ગૌવંશો  માટે થઈને ચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જો કે હજુ પણ 1100 વીઘા કરતા વધુ જમીન ડેમ સાઈડ પાસે પાંજરાપોળની છે જેના ડેવલોપમેન્ટ માટે થઈને હવે કામગીરી શરૂ કરવામાં આવશે અને ત્યાં ગાય માતાનું મંદિર બનાવવામાં આવશે અને મોરબીમાં હરવા ફરવા લાયક કોઇ જગ્યા નથી ત્યારે ત્યાં લોકોને હરવા ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અને વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેઓના મિત્ર મંડળે તેની રજત તુલા કરી હતી જે ચાંદી પાંજરાપોળની આ જમીનના ડેવલોપમેન્ટ માટે થઈને તેઓ દ્વારા આપવામાં આવશે તે ઉપરાંત તેમના તરફથી આગામી દિવસોમા 51 લાખ રૂપિયા આપવામાં આવશે તેવી પણ તેઓએ જાહેરાત કરી હતી 






Latest News