મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સતવારા સમાજના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા સમાજના ભામાશાઓનો સન્માન સમારંભ સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલે કર્યું હતું

સતવારા જ્ઞાતિ સમાજ સમાજ સેવા મંડળનો અહેવાલ આપતા લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, આ મંડળ પંચાવન વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને ૬૦૦૦૦ રૂપિયા થાય છે અને ૧૨૫ કુટુંબોને મંડળ સહાય કરે છે આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની ૩૧ લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ, અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ, દરેક ધાર્મિક તહેવારોએ  કીટનો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે.

આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાએ  અન્નદાનના મહત્વ વિશે, હસમુખ ચાવડાએ દાતાઓને  પ્રોત્સાહિત કર્યા હતા મનજીભાઈ કંઝારીયાએ દાતાઓને આવા કામમાં આગળ આવવા વિનંતી કરી હતી તો દાતાઓના પ્રતિનિધિ ધર્મેશભાઈ ડાભીએ આ પ્રવૃત્તિ કાયમી ચલાવવા માટે એફડીમાં વધારો કરવાનો અનુરોધ કર્યો હતી સાથે સાથે ટ્રસ્ટી કાનજીભાઈ ચાવડાએ ડાયાબિટીસ મટાડવાનો આયુર્વેદિક ઉપચારની વાત કરી હતી અને પ્રમુખ સ્થાનેથી લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે આવકાર્ય છે તે સમાજના ઉત્કર્ષ માટે કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવેલ હતા અને સર્વે દાતાઓ,જ્ઞાતિના આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરોને અભિનંદન પાઠવેલ છે

આ પ્રસંગે મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, મંત્રી પ્રવીણભાઈ પરમાર, ટ્રસ્ટીશ્રીઓ રમણીકભાઈ પરમાર,પ્રભુભાઈ  નકુમ, હરિભાઈ કંઝારિયા, મણીભાઈ પરમાર, લક્ષ્મણભાઈ પરમાર, કાનજીભાઈ ચાવડા, મનજીભાઈ ડાભી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન હરિભાઈ કંઝારિયા,પ્રવીણભાઈ પરમાર અને વિજયભાઈ પરમારે કર્યું હતું






Latest News