સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની ખીજડીયા ચોકડીએથી ૨૪ બિયરના ટીન સાથે ઇકોનો ચાલક પકડાયો


SHARE





ટંકારાની ખીજડીયા ચોકડીએથી ૨૪ બિયરના ટીન સાથે ઇકોનો ચાલક પકડાયો

ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી પાસેથી પસાર થતી ઈકો કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બિયરના ૨૪ ટીન મળી આવતા પોલીસે બિયર અને કાર મળીને ૧૫૨૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે ખીજડીયા ચોકડી નજીકથી ઇકો કાર નં. જીજે ૩૬ એસી ૨૨૨૭ પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો બીયર અને દોઢ લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૧૫૨૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને અરવિંદભાઈ દાદુભાઇ બાટી જાતે ગઢવી (ઉંમર ૨૮) રહે. હાલ વજેપર શેરી નં-૫ મૂળ રહે. ગઢવાડા તાલુકો સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની કારમાંથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામ પાસે ભોળી વાંઢ વિસ્તાર તરફ જવાના રસ્તે તળાવના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપર થી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો તેમજ ૨૦ લિટર દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે ૧૪૪૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે, આ ભઠ્ઠી અબ્બાસભાઈ કરીમભાઈ ઉર્ફે કાળાભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૭) રહે. કાજરડા ભોડી વાંઢ વિસ્તાર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે




Latest News