મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના ખીજડીયા નજીક ચાર ઈસમોએ ઝેરી પાવડર પીવડાવી દેતા યુવાન સારવારમાં


SHARE











ટંકારાના ખીજડીયા નજીક ચાર ઈસમોએ ઝેરી પાવડર પીવડાવી દેતા યુવાન સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ટંકારા તાલુકાના ખીજડીયા ગામે ખીજડીયા ચોકડી પાસે યુવાનને ઝેરી અસર થતા યુવાનને સારવારમાં મોરબી ખસેડાયો હતો જ્યાં તેણે આપેલ કેફીયત મુજબ ચાર અજાણ્યા ઈસમોએ તેને પકડીને ઝેરી પાવડર પીવડાવી દેતા તેને ઝેરી અસર થઈ હતી અને જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.જેથી બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ ટંકારા પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહીતી મુજબ ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા ગૌતમભાઇ ઉમેશભાઈ પંડિત નામના ૨૬ વર્ષીય યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાથમિક તપાસ માટે ગયેલા એચ.એમ.ચાવડાને જણાવ્યું હતું કે ચાર અજાણ્યા ઇશમોએ તેને પકડીને ઝેરી પાવડર પીવડાવી દીધો છે અને જેથી તેને ઝેરી અસર તથા સારવારમાં મોરબી લવાયો છે જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવ અંગે વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતો તેજસ ગોપાલભાઈ રાઠોડ નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી જતો હતો ત્યારે ત્યાં વીરપર ગામની ચોકડી પાસે તેના બાઈક આડે ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ જેમાં માથાના ભાગે ઈજા થવાથી હાલતમાં તેજસભાઇ રાઠોડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કૃપાનિધિ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞાબેન અમિતભાઈ પનારા નામની ૩૫ વર્ષીય મહિલાએ ઘઉમાં નાંખવાનો પાવડર ભૂલથી પી લેતા તેને સારવાર માટે નક્ષત્ર હોસ્પિટલે ખસેડાયા હતા.જેમાં પોલીસના જણાવ્યા પ્રમાણે જીજ્ઞાબેન વજન ઉતારવાની દવાનો પાવડર પીતા હોય ત્યારે ભૂલથી ઘઉંમાં નાખવાનો પાવડર બાજુમાં પડ્યો હોય તે પીવાઇ ગયો હતો અને તેઓને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે રહેતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ અઘારા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઇકમાં જતો હતો ત્યારે રવાપર રોડ ઉપરના પટેલ પાન નજીક તેનો પગ એંગલ સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવારમાં દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના એસપી રોડ ઉપર આઇકોન એપાર્ટમેન્ટ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં ટંકારાના સજજનપર ગામના રહેવાથી મોહિતવન અજીતવન ગોસ્વામી નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો






Latest News