મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નીપજવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના લાલપર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નીપજવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને યુવાનને ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજયું હતું આ બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે શૈલેષ કાંટાની બાજુમાં થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે ડબલ સવારીમાં જતા બાઇકને હડફેટે લીધું હતું અને ત્યારે ઘટના સ્થળે  જ પ્રેમભાઇ દેવાનંદભાઈ શર્મા (૨૫) રહે. હાલ કબીર ટેકરી મોરબી મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાનું મોત નીપજ્યું હતું. અને રાજન પ્રભાસભાઈ શર્મા (૧૯) રહે. કબીર ટેકરી મોરબી મૂળ ઉત્તરપ્રદેશ વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અને

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક પ્રેમભાઇ શર્મા તથા રાજનભાઈ શર્મા મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહે છે જે તેના મિત્રને વાંકાનેર રેલવે સ્ટેશને મૂકવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાતા પ્રેમભાઈ શર્માનું મોત નીપજયુ હતું જેથી મૃતક પ્રેમભાઈના બનેવી મહેન્દ્ર રામઆશ્રયભાઈ શર્માએ ટ્રક નં. જીજે ૩ વાય ૯૧૫૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજમેરી અને તેની ટિમ દ્વારા આરોપી મુકેશભાઇ મગનભાઇ મોહનીયા (૨૨) રહે. હાલ લીલપર રાજવીર પેપરમિલ મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે
બાળકી સારવારમાં

મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ શ્યામ મેટ્રોન નામની ફેક્ટરીમાં મજૂર કવાટરમાં છત ઉપરથી નીચે પડી જતા રિયા મદનભાઈ પરમાર નામની બે વર્ષની બાળકીને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જયારે મોરબીના અંદરણ ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતાં નિલેશ ઇતરીયાભાઈ નામના ૨૨ વર્ષના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો. જ્યારે મોરબીના ચાંચાપર ગામ પાસેના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો જીત દિનેશભાઈ કડીવાર નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના થોરાળા ગામના પાટિયા પાસેથી જતો હતો ત્યારે ત્યાં રાજલ પેકેજીંગ નજીક બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજા થતાં તેને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટળે લઈને આવ્યા હતા
અકસ્માતમાં ઈજા

મોરબીના શારદાનગર ગામે રહેતા ધનજીભાઈ તળશીભાઇ બોરીયા નામના ૮૮ વર્ષીય વૃદ્ધ ગોર ખીજડીયા ગામ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા થવાથી  ધનજીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા
આધેડ મહિલા સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર ત્રણમાં રહેતા ગૌરીબેન રમેશભાઈ નામના ૪૮ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને નવલખી હાઇવે ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં ખાખરડા ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી માથાના ભાગે ઇજા થતાં તેને સારવાર લઈને ગયા હતા જ્યારે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અનિલભાઈ જેઠાભાઈ સરવૈયા ૩૭ અને પાયલબેન ૮ બાઈકમાં જતા હતા ત્યારે બગથળા ગામે હાઇસ્કુલ પાસે માણેકવાડાના રસ્તે તેને વાહન અકસ્માત બનાવવામાં ઈજા પહોંચતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.






Latest News