મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી નજીકથી ૫૦૫૨ બોટલ દારૂ-૨૮૮૦ બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: ૩૩.૬૬ લાખનો મુદામાલ કબજે


SHARE











માળીયા (મી)ના ખાખરેચી નજીકથી ૫૦૫૨ બોટલ દારૂ-૨૮૮૦ બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: ૩૩.૬૬ લાખનો મુદામાલ કબજે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથોસાથ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેથી કરીને પ્યાસીઓને માલ પહોચડવા માટે બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ લઈ આવવામાં આવે છે તે હકકીત છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવર, ટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં દારૂની બદીને ડામવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા  સમયાંતરે રેડ કરવામાં આવે છે આવી જ રીરે હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે અશોક લેલન ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ છે

હાલમાં પોલીસે સ્થળ ઉપરથી કિંગ્સ ગોલ્ડ સ્પે.વ્હીસ્કીની ૧૧૬૪ બોટલ જેની કિંમત ૩,૪૯,૨૦૦, મેગ્ડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની ૨૩૨૮ બોટલ જેની કિંમત ૬,૯૮,૪૦૦, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૧૫૬૦ બોટલ જેની કિંમત ૮,૧૧,૨૦૦ આમ કુલ મળીને ૫૦૫૨ બોટલ દારૂ જેની કુલ કિમત ૧૮,૫૮,૮૦૦ તેમજ ગીન્સબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ટીન ૨૮૮૦ નંગ જેની કિંમત ૨,૮૮,૦૦૦ એક મોબાઇલ ફોન નંગ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, એ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામ, થાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, ટ્રકના અગાઉ અનેક વખત ખોટી બિલ્ટીના આધારે અન્ય વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની સામે આવ્યું છે અને હાલમાં વધુ એક વખત ખોટી બિલટીનો ઉયોગ કરીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઇ.પી.સી. કલમ-૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ટ્રક ડ્રાઈવર આ ટ્રકમાં માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક  અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે પણ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે જો કે, આ માલ કોને મંગાવ્યો હતો અને અને કયા તેની ડિલિવરી આપવાની હતી તે સહિતની તપાસ કરવાની હોય પોલીસે તે દિશામાં તજવીજ શરૂ કરેલ છે






Latest News