મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામના ખેડૂતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભથી ઘણો ફાયદો


SHARE







ટંકારાના ઓટાળા ગામના ખેડૂતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભથી ઘણો ફાયદો

ખેડૂતો તેમના પાકનો સરળતાથી સંગ્રહ કરી શકે અને તેનું સંરક્ષણ કરી શકે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નિયત ગોડાઉન બનાવવા માટે ૫૦ હજારની સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવી રાજેશભાઈ મોમભાઈ ગોલતર જણાવે છે કે, હું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામનો ખાતેદાર ખેડૂત છું. મેં સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં સબસીડીનો લાભ લેવા માટે અરજી કરેલ હતી. જેમની મંજૂરી મળતા મેં મારા ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રકચર ગ્રામસેવકના માર્ગદર્શન મુજબ બનાવેલ છે. આમ ખેતરમાંથી મેળવેલ ઉત્પાદનનો સંગ્રહ મારા ખેતરમાં બનાવવામાં આવેલ પાક સંગ્રહ સ્ટ્રકચરમાં જ થઈ જાય છે જેથી પાકના હેરફેર કરવાનો ખર્ચ ઓછો થાય છે આ પહેલાં જ્યારે પાક ઉત્પાદન થતું ત્યારે મારે ગોડાઉન ન હોવાથી પાકનું ફરજિયાત જે ભાવ મળે તે ભાવમાં વેચાણ કરવું પડતુ હતું. હવે મારે ગોડાઉન હોવાથી જ્યારે બજારભાવ સારા મળે ત્યારે જ તેનું હું વેચાણ કરૂ છું. ઉપરાંત પાકની જાળવણી પણ સારી થાય છે આમ, સરકારની આ યોજના ખેડૂતો માટે ઘણી જ આશીર્વાદરૂપ છે. આ ગોડાઉનમાં મને ખેતીવાડી ખાતા દ્વારા ૫૦,૦૦૦ ની સહાય મળેલ છે. જેનો હું આભાર વ્યકત કરૂ છું.




Latest News