મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મિ) ના સોખડા ગામ પાસે ખેતરમાં વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા


SHARE







માળીયા (મિ) ના સોખડા ગામ પાસે ખેતરમાં વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા

માળીયા મિયાણાંના સોખડા ગામે વૃદ્ધાએ ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મધુબેન બાબુભાઈ સુરેલા (ઉંમર ૬૦) પોતાના ખેતરે હતા ત્યારે તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વૃદ્ધાની માનસિક બીમારીની દવા ચાલુ છે દરમિયાન તેને ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા કવિતાબેન કનુભાઈ રાઠવા (ઉંમર ૩૫) બાઈકમાં પાછળના ભાગે બેસીને ખેતરે જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં કવિતાબેન રાઠવાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે પ્રથમ ચરાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની હાલમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા પાયલબેન રમેશભાઈ નાયક (ઉંમર ૨૨) એ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે






Latest News