મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે તાવ મટતો ન હોવાથી યુવતીએ જાત જલાવીને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના કણકોટ ગામે તાવ મટતો ન હોવાથી યુવતીએ જાત જલાવીને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશોકભાઈ સુથારની દીકરી કાજલબેન (ઉમર ૨૬) એ પોતાના ઘરે હતી ત્યારે ફળિયામાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતી ઘરે એકલી હતી અને તેના પરિવારજનો બહાર ગયા હતા ત્યારે યુવતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ફળિયામાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી માટે તેનું મોત નીપજયું હતું અને મૃતક યુવતીના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા આઠ દિવસથી યુવતીને તાવ આવતો હતો અને સારું થતું ન હતું દરમ્યાન તેને આ પગલું ભરી લીધેલ છે






Latest News