મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે જતાં રવાપર ગામે યુવાને જાતે પેટમાં છરીના ઘા ઝીકયા: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં


SHARE







મોરબીમાં પત્ની રિસામણે જતાં રવાપર ગામે યુવાને જાતે પેટમાં છરીના ઘા ઝીકયા: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી કરીને તેની પત્ની ચાર સંતાનોને ઘરે છોડીને રવાપર ગામ પાસે ધાર વિસ્તારમાં રહેતા માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ હતી જેથી યુવાન ચારેય સંતાનોને ત્યાં મુકવા માટે ગયો હતો ત્યારે યુવાનની પત્ની અને સાસરિયાઓએ બાળકોને પાછા લઈ જવા માટે કહીને તેની સાથે માથાકૂટ કરી હતી જેથી યુવાનને લાગી આવતા ત્યાં શાક બકાલું વેચતા વ્યક્તિ પાસેથી છરી લઈને તેણે પોતાની જાતે પોતાના પેટના ભાગે છરીના ઘા ઝીકિ લીધા હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટમાં આવ્યો હતો હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા નવઘણભાઈ ભગુભાઈ લાકડીયા જાતે સલાટ (ઉંમર ૩૨) નો તેની પત્ની સાથે ઘરે ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ તેની પત્ની તેના ચાર સંતાનોને ઘરે છોડીને પોતાના માવતરે રિસામણે ચાલી ગઈ હતી જેથી નવઘણભાઈ લાકડીયા તેઓના ચારેય સંતાનને લઈને મોરબી નજીકના રવાપર ગામે આવેલ ધાર વિસ્તાર કે જ્યાં આ તેની પત્ની તેના માવતર રહે છે ત્યાં ગઈ હતી ત્યાં આપવા ગયા હતા માટે ગયા હતા ત્યારે તેઓની પત્ની અને સાસરીયાઓ દ્વારા સંતાનોને રાખવાના બદલે પરત લઈ જવા માટે કહીને બોલાચાલી કરવામાં આવી હતી જેથી કરીને નવઘણભાઈએ ત્યાં શાક બકાલું વેચવાવાળા વ્યક્તિ પાસેથી છરી લઈને પોતાની જાતે પોતાના પેટના ભાગે છરીના ઘા મારી દીધા હતા જેથી ઈજા પામેલા નવઘણભાઈને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા કિશન દેવશંકર તેરૈયા (૫૦) મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના કોઈબા ગામની સીમમાં ભવાનીસિંહની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદ દલપતભાઈ તડવી (ઉંમર ૬૫) નામના વૃદ્ધને વાડીએ ઝેરી સાપ કરી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના ચરડવા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં જયશ્રીબેન ધીરુભાઈ પરમાર (૩૫) નામની મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની રાબેતા મુજબની કાર્યવાહી હાથ છે






Latest News