મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે લુહાર શેરીમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના નાનીવાવડી ગામે લુહાર શેરીમાંથી બાઈકની ચોરી

મોરબી નજીકના નાનીવાવડી ગામે લુહાર શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ઇ એફઆઇઆર નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નાનીવાવડી ગામે લુહાર શેરીમાં રહેતા પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા જાતે દરબાર (૪૬) એ ગત તા. ૨૪/૯ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૭:૩૦ વાગ્યા સુધી પોતાના ઘર પાસે લુહાર શેરીમાં તેનું બાઈક નંબર જીજે ૩૬ એડી ૫૩૨૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઇ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેને શોધવા છતાં બાઈક ન મળ્યું હતું માટે હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા ઇ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ૪૦૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની યુવાનને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News