મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામ પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે એક પકડાયો


SHARE







મોરબીના ટિંબડી ગામ પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે એક પકડાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી અલ્ટો કાર પસાર થતી હતી તેને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે હાલમાં દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડ્યો છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર નં. જીજે ૩૬ એલ ૨૬૩૮ પસાર થતી હતી તે કારને પોલીસે ચેક કરતા કારમાંથી દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૬૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા બે લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૨૨૦૬૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે અશોકભાઈ દલાભાઈ રાઠોડ (ઉંમર ૩૭) રહે. વરીયાનગર સોઓરડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે જો કે, આરોપી ભાવેશ પરબતભાઈ ધ્રાંગાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૨ માંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૨૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને હતી અને વસીમ રાજનભાઈ માકડ જાતે ઘાંચી (ઉંમર ૪૪) રહે સાયંટિફિક રોડ નર્મદા હોલની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News