હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત


SHARE











વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં રહેતી પરિણીતા પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારની અંદર આવેલ શાંતિનગરમાં રહેતા સંજયભાઈ રંગપરાના પત્ની કોમલબેન (૨૨) પોતાના ઘરે હતા ત્યારે ઘરમાં પાણીની ઈલેક્ટ્રીક મોટર શરૂ કરવા માટે ગયા હતા ત્યારે તેઓને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારણભાઈ સુખાભાઈ લાવડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક કોમલબેન રંગપરા પોતાના ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું છે અને મૃતક મહિલાને સંતાનમાં ત્રણ વર્ષની એક દીકરી છે






Latest News