મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે વીંછી કરડી જતાં યુવાનનું મોત નીપજયું


SHARE







ટંકારાના ઓટાળા ગામે વીંછી કરડી જતાં યુવાનનું મોત નીપજયું

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવાનને ઝેરી વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત નહીં નીળતા તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા રાજેશભાઈ નવલસિંહ વાલા (ઉંમર ૧૭) ને તા. ૨૯/૯ ના વહેલી સવારે ખેતીનું કામ કરતા હતા તે દરમિયાન તેને ઝેરી વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જુગાર

મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા મોસીન ઉર્ફે મોસ રહીમભાઈ દલ જાતે સંધિ (૨૯) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબી વાળો મળી આવતા પોલીસે ૩૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News