મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અધિકારીની પાણીદાર ખાતરીથી આઉટસોર્સ કર્મચારીઓની હડતાલ સમેટાઇ


SHARE







મોરબી જિલ્લામાં અધિકારીની પાણીદાર ખાતરીથી આઉટસોર્સ કર્મચારીઓની હડતાલ સમેટાઇ

મોરબી જિલ્લા પંચાયતકલેક્ટર કચેરીનાયબ કલેક્ટર કચેરીમામલતદાર કચેરી સહિતની તમામ સરકારીમાં કામ કરતાં આઉટસોર્સ કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર હતા જો કે, આજે અધિક કલેક્ટર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓની સાથે મિટિંગ કરીને નવી એજન્સીને કામ આપવામાં આવ્યા બાદ તેઓના પ્રશ્નો ઉકેલાઈ જશે જેથી કરીને હાલમાં આઉટસોર્સ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી છે

મોરબી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ હાલમાં આઉટસોર્સ કર્મચારીઓના સહારે ચાલી રહી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેવામાં પગાર સહિતના પ્રશ્નોને લઈને જુદીજુદી સરકારી કચેરીઓમાં ડ્રાઈવરસફાઈ કામદારચોકીદારઓપરેટરપટ્ટાવાળા સહિતની પોસ્ટ ઉપર કામ કરતાં આઉટસોર્સ કર્મચારીઓએ પગાર વધારા સહિતના પ્રશ્નોને લઈને સરકારમાં અનેક વખત રજૂઆત કરી હતી તો પણ તે પ્રશ્નો ઉકેલવામાં આવતા ન હતા જેથી કરીને આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા સરકારી કામનું ગાડું ગબડાવવામાં આવતું હોય આ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કર્મચારી કરતાં ઘણું ઓછું વેતન આપવામાં આવે છે તે સહિતના પ્રશ્નોને લઈને વેતન વધારાની માંગણી કરવામાં આવી હતી અને હડતાલનું શાસ્ત્ર ઉગામયું હતું જો કે, આજે બીજા દિવસે પણ મોરબી જીલ્લામાં આઉટસોર્સ કર્મચારીઓએ કામ કર્યું ન હતું જેથી કરીને મોરબી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના પ્રતિનિધિની સાથે વાત કરવામાં આવી હતી અને તેઓએ કહ્યું હતું કે, આ સપ્તાહમાં મોરબી જીલ્લામા જે એજન્સી કામ કરી રહી છે તેનું ટેન્ડર પૂરું થાય છે ત્યાર બાદ નવી જે એજન્સીને કામ આપવામાં આવશે ત્યારે મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલા મોરબી જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓએ હાલમાં આંદોલન સમેટી લીધું છે






Latest News