મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના બેલા પાસે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીના રિમાન્ડ મંજૂર

મોરબીમાં બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એટીએમ મશીન મૂકવામાં આવેલ છે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં બેન્કના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રિપુટીની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે 

મોરબીના બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને ગુરુવારની રાતે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નિવેદિતા સોસાયટીમાં રહેતા રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા જાતે પટેલ (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને સીસીટીવી કેમેરમાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે રાજીવભાઇ બોટીરામ ભગત (૩૨) મેરાબદરાલી (પઠાણકોટ), સૂરજકુમાર સુખદેવરાજ ભગત (૨૩) અને હરપ્રીતસિંગ સુખદેવસિંગ કાહલોન (૨૬) રહે. બંને કલ્યાણપુર (ગુરદાસપુર-પંજાબ) વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે તેને કોર્ટમાં કરવામાં આવ્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે






Latest News