ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો 


SHARE







મોરબીના બેલા પાસે બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો 

મોરબીમાં બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એટીએમ મશીન મૂકવામાં આવેલ છે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં બેન્કના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને ગુરુવારની રાતે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, સ્થાનિક ચા વાળાએ આ અંગેની તાત્કાલિક મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે ઘટના સ્થળે આવી ગઈ હતી અને ત્રણ શંકાસ્પદ શખ્સોને પોલીસે દબોચી લીધા છે આ બનાવમાં રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નિવેદિતા સોસાયટીમાં રહેતા રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા જાતે પટેલ (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને સીસીટીવી કેમેરમાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News