મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૭ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બની


SHARE







મોરબી જિલ્લાની ૭ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બની

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલેસ કેડેટ યોજના અન્વયે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મોરબી સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત મોરબી જિલ્લાની ૭ શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શું છે તે અંગેની માહિતી આપતાં જણાવ્યું કે ધોરણ - ૮ અને ૯ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદર, શિસ્ત, સામાજિક અનિષ્ઠો સામે પ્રતિકાર, સારા ચારિત્ર્યનું નિર્માણ, તેમજ બાળકોમાં રહેલા જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે તેમજ બાળકોમાં પોલીસ નેતાગીરીના ગુણો પણ ખીલશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક - એક શાળાની પસંદગી કરી પ્રત્યેક શાળામાં ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવનાર છે. અને પસંદગી થયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે શાળા કક્ષાએ બે S.P.C. તથા શારીરિક તાલીમ અને નિયમીતતા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે તેવું શ્રી રાહુલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News