મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી આઈ.ટી.આઈ. માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી ૩૦ મી સુધી કરી શકશે


SHARE











મોરબી આઈ.ટી.આઈ. માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી ૩૦ મી સુધી કરી શકશે

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક  તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.

ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૯/૨૦૨૨  છે. અને જિલ્લાની દરેક આઈ.ટી..આઈ ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે  સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધાર કાર્ડ (૬) પાસપોર્ટ  સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો  (૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે  ૯૬૦૧૧૦૦૬૩૮, ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૭૧૨૧૫૭૪૧૭ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે






Latest News