વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના કબ્રસ્તાન ચોકમાં બાઈકના સ્ટંટ કરનારને પકડ્યા


SHARE







મોરબીના કબ્રસ્તાન ચોકમાં બાઈકના સ્ટંટ કરનારને પકડ્યા

મોરબી પોલીસે શહેરમાં મોડી રાત્રે બાઈકના સ્ટંટ કરતા બાઇક ચાલકોને સીસીટીવીના આધારે જોઈને પોલીસે સ્ટંટ કરતાં શખ્સને દબોચીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના લોકોની સલામતી માટે કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે જેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ૨૪ કલાક પોલીસના જવાનો નજર રાખીને બેઠા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે ૧૧:૫૯ કલાકે ફરજ પરના કર્મચારીએ સીસીટીવીમાં કબ્રસ્તાન ચોકમાં બે બાઇક ચાલકો પોતાના બાઇક વડે જોખમી સ્ટંટ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે તેવું જોયું હતું જેથી તેને ફરજ પરના કર્મચારીને જાણ કરી હતી અને એ ડિવિઝન પોલીસની ટીમ ત્યાં પહોચી હતી અને જીજે ૩૬ એએ ૩૫૫૧ બાઈક લઈને એ સગીર અને જીજે ૩૬ એએ ૪૯૭૬ નંબરનું બાઈક લઈને ઇકબાલ તૈયબભાઈ મોવર (ઉ.૩૦) રહે. મદીના સોસાયટી, મોરબી બાઈકના સ્ટંટ કરતાં મળી આવ્યા હતા જેથી પોલીસે તેને ડિટેઇન કર્યા હતા. આ કામગીરીમાં મોરબી કોમ્પ્યુટર સેલના પીએસઆઇ પી.ડી. પટેલ, પીએસઆઈ આર.પી. જાડેજા, એ.બી. દેત્રોજા, લક્ષ્મીબેન ધરજિયા અને જનકસિંહ ઝાલાએ કરી હતી




Latest News