મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને


SHARE









મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભમા જિલ્લા કક્ષાએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મેળવી ટંકારા તાલુકાનું ગૌરવ વધારેલ છે. આ તકે સરકારી શાળાને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવવા બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી.પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલાવાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યર્થિનીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.




Latest News