મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણને રોકડ રકમ સાથે દબોચ્યા


SHARE







વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણને રોકડ રકમ સાથે દબોચ્યા

મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ રેડ કરી હતી અને જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ પતાપ્રેમીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં દારૂ-જુગારની બદીઓને દુર કરવા કડક સુચના આપેલ હોય વાંકાનેર સીટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હરપાલસિંહ પરમાર તથા પ્રતિપાલસિંહ વાળાને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ભુતનાથ મંદીર વાળી શેરીમાં અમુક ઈસમો જાહેરમા ગંજીપત્તાના પાના અને પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તે ચોક્કસ હકીકત આધારે તે જગ્યાએ રેઈડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા આફતાબભાઈ મહેબુબભાઈ મેસાણીયા (ઉ.વ.૨૧) રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી, હીતેશભાઇ કેશુભાઈ ચાવડા (ઉ.વ.૨૭) રહે.વાંકાનેર મીલપ્લોટ નવજીવન સોસાયટી અને રાકેશકુમાર જાનકીપ્રસાદ વર્મા (ઉ.વ.૪૧) રહે.હાલ ભાટીયા સોસાયટી ભુતનાથવાળી શેરી મુળ રહે.ઈલીયાશપુર તા.હૈદરગઢ જી.બારામતી યુ.પી ની સ્થળ ઉરરથી રોકડા રૂા.૧૧,૧૨૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.રેડની કામગીરી પીઆઇ એન.એ.વસાવા, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદિપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ કીડીયા તથા પ્રતિપાલસિંહ વાળા દ્રારા કરવામાં આવી હતી.

ઓઇલ પી જતા સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતો જુસબ હાસમભાઈ ભટ્ટી નામનો ૧૮ વર્ષનો યુવાન વિજય ટોકીઝ પાસે કોઈ કારણોસર ઓઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના મેરૂભાઈ રોજાસરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખેંગારપર ગામે રહેતા સંગીતાબેન રમેશભાઈ ચુરાભાઈ વરચંદ નામની ૨૪ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને તે બનાવવા અંગે પણ નોંધ કરી એ ડિવિઝન પોલીસ મથકના મેરૂભાઈએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે રાપર પોલીસને બનાવની જાણ કરી હતી.જ્યારે માળિયા મિંયાણાના નાના ભેલા ગામે રહેતા બચુભાઈ દેસાભાઇ ચાવડા નામનો ૩૯ વર્ષીય યુવાન શહેરના વીસીપરા નજીકથી બાઈકમાં જતો હતો ત્યાં બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રત થયેલા બચુભાઈને સારવારમાં ખસેડાયો હતો.






Latest News