મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું બે માસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને હાલમાં તેને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીરાનું અંદાજે બે મહિના પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવ ઉર્ફે સુરેશ નામના શખ્સની સામે જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે તાલુકા પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ ગોઢાણીયા દ્રારા કલમ ૩૬૩,૩૬૬ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ ચલાવીને સગીરા તેમજ આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા અને મેડીકલ પરીક્ષણમાં દુષ્કર્મ ફલીત થતા કલમ ૩૭૬ નો પણ ઉમેરો કરીને હાલમાં આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મૂળજીભાઈ સેખવા (ઉમર ૩૩) હાલ રહે.પ્રેમજીનગર (મકનસર) તા.જી.મોરબી મૂળ રહે.કૂડા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.


યુવતી-આધેડ-વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં વૈભવ હાઈટમાં રહેતી રૂચાબેન અનિલભાઈ માનસર નામની ૨૦ વર્ષની યુવતી ગુજરાત હાઉસિંગ બોર્ડ (મહારાણા પ્રતૈપ સર્કલ) તરફ જતી હતી ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેણીને શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ સ્વરાજ નળિયાના કારખાના પાસે રહેતા કાંતિભાઈ પુનાભાઈ મહાલીયા નામના ૫૦ વર્ષના આધેડે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી જતા તેમને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીના પંચાસર ગામે ગંગાબેન કરશનભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધાને કામ દરમિયાન વીંછી કરડી જતા તેઓને પણ ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વૃધ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સરસાણાના વતની મોરબીની પ્રભાત હોસ્પીટલેથી મંગલમ હોસ્પીટલે બાઇકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્સીપ થઇ જતા સારવારમાં ખસેડાયા હતા.જયારે હળવદના માનસર ગામે રહેતા ટીનાભાઇ ભીખાભાઈ લગદાણીયા (૩૩) અને ધવલભાઈ ભીખાભાઈ લગદાણીયા (૧૨) નામના બે લોકો મેરૂપર ગામેથી માનસર જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકની આડે કૂતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જવાથી ઇજાઓ થતા બંનેને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News