મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી ગયેલ બાળકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોલેક્સ સિરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શૈલેષભાઈ વજાભાઈ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પૂજાબેન કારખાનામાં મકાનની છત ઉપર રમતી હતી ત્યારે ત્યાંથી રમતા રમતા તે નીચે પડી ગઈ હતી જેથી કરીને પૂજાને માથાના ભાગે ગંભીર જાતે હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધનું મોત

મોરબી નજીકના ભડીયાદ ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ દેવશીભાઈ મકવાણા (ઉમર ૫૬) પ્રિયા ગોલ્ડ સીરામીક કારખાના પાસે હતા ત્યારે કોઈપણ કારણોસર તે મૃત્યુ પામતા તેના ડેડબોડીને તેનો દીકરો રાજેશભાઈ લક્ષમણભાઇ મકવાણા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ જે.પી.કણસાગરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મૃતકને બ્રેનહેમરેજ થવાથી તેનું મોત નીપજયું છે.






Latest News