મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામેથી યુવતી ગુમ


SHARE







વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામેથી યુવતી ગુમ

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા પરિવારની દીકરી કોઈને ઘરે કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી હાલમાં યુવતીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના ભયાતી જાંબુડીયા ગામે રહેતા નાથાભાઈ વીરાભાઇ સાગઠીયા (૪૫) ની દીકરી જાગૃતિબેન નાથાભાઈ સાગઠીયા (૧૮) ઘરેથી ગત તા. ૨૫/૮ ના સવારના ત્રણથી છ વાગ્યા દરમિયાન ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેને ઘરમેળે શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો ન હતો જેથી હાલમાં નાથાભાઈ સાગઠીયાએ તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ સુધા ફરિયાદી નોંધાવી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીક શરૂ કરેલ છે.

જુગાર


મોરબીના વિસીપરા વિસ્તારમાં ધોળેશ્વર સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા મહેશભાઈ વિનોદભાઈ મહેતા, જુસબ હૈદરભાઈ કટિયા, અબ્દુલરહેમાન ઉર્ફે અદ્રેમાન નુરમહંમદ હાલા, જુમાભાઇ હબીબભાઈ મોવર અને શૈલેષપરી ઘનશ્યામપરી ગોસાઈ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૯૬૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વરલી જુગાર

મોરબીના વીસીપરામાં મેઇન બજાર નોતિયાર પાન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર સાલેમહમ્મદ ઉંમરભાઈ પઠાણ જાતે વાઘેર મુસ્લિમ (ઉંમર ૪૫) રણછોડનગર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૭૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News