પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


SHARE









ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ધ્રોલિયા ગામ નજીક આવેલ રબ્બર ફેકટરીમાં ગઇકાલે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી જેથી કરીને કારખાના પડેલ કાચો માલ અને તૈયાર માલ આગમાં બળીને ખાખ થઈ ગયેલ છે અને આ આગને કાબુમાં લેવા માટે મોરબી અને રાજકોટના ફાયરબ્રિગેડને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને સતત ફાયર ફાયટરોથી પાણીનો મારો ચલાવીને માંડમાંડ આગને કાબુમાં લેવામાં આવી છે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સ્કાય ટાવરમાં રહેતા પારસભાઇ ચુનીલાલભાઇ બરાસરા જાતે પટેલ (૩૩)એ જાણ કરી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓના પત્નિ દિવ્યાબેનની ભાગિદારી પેઢીનુ ધ્રોલીયા સર્વેમા ગ્રિનેસ્ટા રબર એલએલપી નામના કારખાનામા રોમટિરિયલ વિભાગમા કોઇ પણ કારણોસર આગ લાગી હતી જેથી રાજકોટ તથા મોરબીના ફાયર ફાઇટરોને બોલાવ્યા હતા અને આગ ઠરવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો આ આગમાં લીધે રોમટિરિયલ્સ, તૈયાર માલ અને મશીનરીમાં નુકશાની થયેલ છે જેથી કરીને કારખાનું  સાંભળતા અશોક્ભાઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અંદાજે ત્રણ કરોડની નુકશાની થયેલ છે




Latest News