સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં વીરપર પાસે કારખાનાનું ખોટું બિલ બનાવીને મંગાવ્યો દારૂ !: ગુનો નોંધાયો


SHARE





ટંકારાનાં વીરપર પાસે કારખાનાનું ખોટું બિલ બનાવીને મંગાવ્યો દારૂ !: ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીનું ખોટું બિલ બનાવીને તેના આધારે દારૂની ૩૬૦ બોટલો મંગાવવામાં આવી હતી જેથી કરીને કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર સ્વસ્તીક સોસાયટી નવા બસ સ્ટેશન સામે  ૬૦૧ લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઇ રસીકલાલ ગડારા જાતે પટેલ (૪૨) એ મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા  મિલનભાઇ ફુલતરીયા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે કે ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ જી.આઇ.ડી.સી.માં એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની આવેલ છે તેના બહારના સ્ટોર રૂમ પાસે આરોપીએ ગેરકાયદેસર રીતે ભારતિય બનાવટનો ઇંગ્લીશ દારૂ વેચાણ કરવાના હેતુથી ASIAN FLEXI PACK INDIA PRIVATE LIMITED ના નામનુ ખોટુ બીલ બનાવી ખોટુ હોવાનુ જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને ગુજરાતમાં દારૂ બંધી હોવાનુ જાણતો હોવા છતા દારૂ વેચાણ કરવાના ઇરાદે AVINASH CARGO PVT. LTD. ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂ મંગાવ્યો હતો અને દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૩૬૦ બોટલો જેની કિંમત ૭૦,૦૮૦ નો મુદામાલ મળી આવ્યો હતો જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે  આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા પ્રોહી.એકટ કલમ- ૬૫એ,ઇ, ૧૧૬બી, મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News