મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન ઉપર કુહાડી વડે હુમલો ; બે સામે નોંધાઇ ફરિયાદ


SHARE











મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન ઉપર કુહાડી વડે હુમલો ; બે સામે નોંધાઇ ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન ઉપર વાવડી ચોકડી નજીક કુહાડી વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં યુવાને બે સામે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા સંજય માણસુરભાઈ ગજીયા જાતે બોરીચા નામના ૨૭ વર્ષના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તેના માથાના ભાગે કુહાડીનો ઘા કરવામાં આવ્યો હતો અને મૂઢ માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત સંજય ગજીયાને સારવારમાં ખસેડાયો હતો.બાદમાં તેણે એ ડિવિઝન પોલીસ મથક ખાતે જીલુભાઈ નાથાભાઈ વાંક રહે.કન્યા છાત્રાલય રોડ કેનાલ વાળી શેરી મોરબી તેમજ સંજય રાજાભાઇ ડાંગર રહે.તારાણા તા.જોડીયા જી.જામનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જીલુભાઈએ તેના માથાના ભાગે કુહાડી મારી ઇજા કરી હતી અને સંજય ડાંગરે તેને મૂઢ માર માર્યો હતો.વધુમાં તપાસ અધિકારી અરવિંદભાઈ ઝાપડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અને સામેવાળાઓ કૌટુંબિક સાઢુભાઈ થતા હોય અને સામાન ભરવા ગયેલા હતા તે દરમિયાન બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પરણીતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ફતેપર ગામે આવેલ ટીટોડીમોરા વિસ્તારમાં રહેતી મુસ્કાનબેન અકબરભાઈ મોવર નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ઘેર કોઈ અજાણી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સોનારા અને ભાવેશભાઈ ગઢવીએ તપાસ કરતા ખુલ્યું હતું કે મુસ્કાનબેનનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેઓએ પોતાના પતિ સાથે તેમનો પતિ તેણીને કેટલો પ્રેમ કરે છે તે જોવા માટે ઝેરના પારખા કર્યા હતા..! અને તેઓને અસર થતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી રોશનીબેન કમલભાઈ અજનાર જાતે આદિવાસી નામની ૨૬ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો ૧૦ વર્ષનો હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના મેરૂભાઈ રોજાસરા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.જ્યારે મોરબી નજીકના શનાળા ગામે આવેલ ગ્રેસ પ્લાસ્ટિક નામના યુનિટ નજીક કામકાજ દરમિયાન સંજયભાઈ સનાભાઇ સંગોર નામના ૧૯ વર્ષીય મજૂર યુવાનને સાપે દંસ મારતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો






Latest News